જમીન કૌભાંડમાં કચ્છના ભૂતપૂર્વ કલેક્ટરને 5 વર્ષની જેલની સજા
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ નિયુક્ત કરાયેલી અમદાવાદ ખાતેની ખાસ અદાલતે ભુજ (કચ્છ)ના ભૂતપૂર્વ જિલ્લા કલેક્ટર પ્રદીપ નિરંકારનાથ શર્માને તેમના કાર્યકાળ દરમિયાન જમીન ફાળવણી કૌભાંડમાં સંડોવણી બદલ દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો